વડાલી: શહેરની કુલ છ જેટલી દુકાનોના તાળા તૂટ્યા , પોલીસને જાણ કરાઈ.
વડાલી શહેરના હાઈવે રોડ પર શ્રીજી કોમ્પ્લેક્સ સામે આવેલા ભંડારી કોમ્પ્લેક્સમાં તસ્કરો ત્રાટક્યા હતા. અહીં એન.કે. ટ્રેડિંગ અને જય અંબે ફૂટવેર નામની દુકાનોના તાળા તોડી અંદરનો સામાન વેરવિખેર કરી નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત, થોડેક આગળ આવેલી રિદ્ધિ સિદ્ધિ નામની દુકાનને પણ નિશાન બનાવી સામાન વેરવિખેર કરાયો હતો.આમ વડાલી શહેર માં કુલ છ જેટલી દુકાન ના તાળાં તૂટ્યા હતા.પોલીસે તપાસ હાથ ધરી.આ માહિતી આજ સવારે 10 વાગે વડાલી પોલીસ સ્ટેશન થી મેળવી હતી.