આજે બપોરે 2 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણીના ભાગરૂપે સશસ્ત્ર સેના ધ્વજ દિવસના ભંડોળમાં ફાળો આપીને પ્રારંભ કરાવ્યો હતો. સેનાના જવાનોના સાહસ, શોર્ય, અનન્ય બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું સન્માન કરવા સમગ્ર દેશમાં સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટરએ ફાળો આપીને સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો.