ઉધના: સુરત: શ્રી સંત સેના નાભિક (નાયી) સમાજ યુવા મંચ દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન
Udhna, Surat | Nov 22, 2025 સુરત: માનવતાના ઉમદા હેતુ સાથે સુરત શહેર શ્રી સંત સેના નાભિક (નાયી) સમાજ યુવા મંચ દ્વારા એક મેગા રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિર્ભાવ સોસાયટી પાસેના શ્રી હનુમાન મંદિરની બાજુમાં સ્થિત શ્રી સંત સેના મહારાજ ભવન ખાતે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરમાં સમાજના સામાજિક આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સેવાભાવનાના આ કાર્યમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.