પાણી માટે 14 કરોડ ખર્ચાયા… છતાં ગારીયાધારમાં 6–7 દિવસે એકવાર નળ! તારીખ 10 જાન્યુઆરી 2026 ને શનિવારે બપોરના ત્રણ વાગ્યે ગારીયાધાર નગરપાલિકા દ્વારા પાણી પુરવઠા માટે અંદાજે 14 કરોડ રૂપિયા ખર્ચાયા હોવા છતાં, શહેરમાં આજેય નાગરિકોને 6–7 દિવસે જ પાણી મળે છે – આ કેવી વિકાસની વાત? જો ખરેખર આટલો મોટો ખર્ચ પાણી માટે થયો હોય, તો દરરોજ બે ટાઇમ નળ આવવા જોઈએ દરેક વોર્ડમાં સમાન પાણી પુરવઠો થવો જોઈએ પરંતુ હકીકત એ છે કે લોકો હજુ પણ પાણી માટે ત્રાસ ભોગવી રહ્યા