Lcb ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઇકો કાર વિદેશી દારૂ ભરી વિજાપુરથી ગાંધીનગર જનાર છે. જે બાતમીના પગલે LCB ટીમે રંગપુર પાટિયા પાસેથી હકીકતવાળી ગાડી આવતા ઉભી રાખતા તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન કારમાંથી 21,120ની કિંમતના બિયરના 96 નંગ મળ્યા હતા. Lcb ટીમે બિયરના જથ્થા સાથે સુરેશજી ઠાકોર, સંજય નટુજી ઠાકોર, વિલેશજી કચરાજી ઠાકોર અને મહેશ ભેરુલાલજી મિણાને ઝડપી પાડયા હતા. Lcb ટીમે કુલ 536120નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.