રાજકોટ પૂર્વ: રાજકોટ: પોલીસ દ્વારા હિસ્ટ્રીશટરની તપાસ શરૂ કરવામાં આવી, 1353 આરોપીઓની માહિતી એકત્રિત કરવામાં આવશે
હરિયાણાના ફરીદાબાદ ખાતેથી વિસ્ફોટક મળ્યા બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. આ ઘટનાના પગલે ગુજરાત પોલીસે પણ સુરક્ષા અને તપાસની કામગીરી વધુ સઘન બનાવી છે. રાજ્ય પોલીસે ૩૦ વર્ષના ગાળામાં ૬ કેટેગરીના ગુનાઓમાં પકડાયેલા તમામ હિસ્ટ્રીશીટરની સઘન તપાસ શરૂ કરી છે.રાજકોટમાં આ તપાસ હેઠળ કુલ ૧,૩૫૩ આરોપીઓની માહિતી એકત્રિત કરવામાં આવશે, અને આ સમગ્ર પ્રક્રિયા ૧૦૦ કલાકની સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે.