મણિનગર: ચેન સ્નેચિંગ કરતી ગેંગ ઝડપાઈ, ઈન્ચાર્જ પીઆઈ પરિમલ દેસાઈએ આપી માહિતી
આજે શનિવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ પરિમલ દેસાઈ ઇન્ચાર્જ પીઆઈ ઇસનપુર પોલીસનાઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં વૃદ્ધાઓને ટાર્ગેટ કરી કાનમાં પહેરેલી સોનાની કડી તોડી ફરાર થતી ટોળકી ઝડપાઈ છે. ઇસનપુર પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી પાંચ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.આરોપીઓ ધોળા દિવસે ગુનાને અંજામ આપી નાસી છૂટતા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ વધુ પુરાવા એકઠા કરવાની કાર્યવાહી શરૂ કરી છે.