સુરતના સરસાણા સ્થિત ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે SGCCI દ્વારા આયોજિત ત્રણ દિવસીય એનર્જી-પાવર-ઈલેક્ટ્રિકલ એક્સપો 2026'નો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનના હસ્તે કરવામાં આવ્યું હતું. ‘પાવરિંગ ધ ફ્યુચર-ટુડે’ની થીમ પર આધારિત આ એક્સપોમાં દેશભરના 60થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. ઉદ્ઘાટન રાજ્યપાલે લવ જેહાદ, મહારાષ્ટ્રમાં બિહારીઓની સ્થિતિ અને પાકિસ્તાન જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી.