બાવળા: જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધોળકા પંથકના પ્રશ્નોની ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ રજુઆત કરી
આજરોજ તા. 15/11/2025,શનિવારે સવારે 11 વાગે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ખાસ ઉપસ્થિત રહી ધોળકા પંથકના વિવિધ પ્રશ્નોની રજુઆત કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલ, વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઇ ડાભી, વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહેલ