જેસર તાલુકાના 14 ગામડાઓના લોકો એકસાથે મળીને અયાવેજ ખોડીયાર માતાજી જયંતિની ભવ્ય ઉજવણી કરવા માટે આમંત્રણ આપવા નીકળ્યા આ પ્રસંગે 100થી 150 ફોરવ્હીલ વાહનો સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો, જય માતાજીના નારા અને ભક્તિ સંગીત સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. ગ્રામ્ય વિસ્તારમાંથી નીકળેલી આ શોભાયાત્રાએ માર્ગ પર લોકોનું ખાસ આકર્ષણ જમાવ્યું અને શ્રદ્ધા, એકતા તથા ઉત્સાહનું સુંદર દૃશ્ય સર્જ