કપરાડા: ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના પૂર્વ આસિસ્ટન્ટ ગુલાબભાઈ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ પ્રતિક્રિયા આપી
Kaprada, Valsad | Nov 20, 2025 નાની વહિયાળ ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભાનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધરમપુર, કપરાડા અને નાનાપોંઢા તાલુકામાંથી ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓના સક્રિય આગેવાનો આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા, જોકે, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના પૂર્વ આસિસ્ટન્ટ ગુલાબભાઈ પટેલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સૌ પ્રથમ પોતાની પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપી હતી.