નવસારી: નવસારીના સાગરા ગામે ભયાનક અકસ્માત: બ્રિજ પર બાઈક સવાર પિતાપુત્રનું સ્થળ પર જ કરુણ મોત
નવસારી જિલ્લાના મરોલી નજીક આવેલ સાગરા ગામે બ્રિજ પર આજે દુઃખદ અકસ્માત સર્જાયો હતો. મરોલીથી નવસારી તરફ બાઈક પર આવી રહેલા પિતા અને પુત્રની બાઈકને બ્રેઝા કારએ જોરદાર ટક્કર મારી હતી. અથડામણ એટલી ભયાનક હતી કે બાઈક સવાર બન્નેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં જ મરોલી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી અને અકસ્માત અંગે કાર્યવાહી.