રાજકોટ પૂર્વ: કપાસીયા તેલમાં કપાસીયા ગાયબ! મીનરલ વોટરમાં બેકટેરીયા વધુ મળ્યા
મનપા દ્વારા થોડા મહિના પહેલા બે મદ્રાસ કાફેમાંથી લેવામાં આવેલા બટર અને કપાસીયા તેલના નમુનામાં મોટી મિલાવટ હોવાનો રીપોર્ટ આવ્યો છે. તો ડેરીના પનીરમાં હલ્કી ગુણવતા તથા મીનરલ વોટરમાં એરોબિક માઇક્રોબિયલ કાઉન્ટ એટલે કે વધુ બેકટેરીયા મળતા ફરી એક સાથે ચાર-ચાર નમુના ફેઇલ જાહેર થયા છે. જે કેસ જિલ્લા કલેકટર તંત્ર સમક્ષ મુકવા ફુડ વિભાગ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.