સમગ્ર ગુજરાત રાજ્યમાં પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન કાર્યરત છે, ત્યારે મેઘપર કુંભારડી સ્થિત કામધેનુ ગૌશાળામાં અબોલ જીવોની સારવાર માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.જેમાં મકરસંક્રાંતિ પર્વના દિવસે અંદાજિત 10 જેટલા કબૂતર સહિતના પક્ષીઓ ઘાયલ થઈને આવ્યા હતા.જેમાં વેટરનિટી તબીબો તેમની ખડેપગે સારવાર કરી રહ્યા હતા. ડોક્ટર દ્વારા તેમની ટાંકા અને ડ્રેસિંગથી સારવાર કરવામાં આવી હતી.