પાણી વગર ખેડૂતો મુંઝવણમાં મુકાયા : કેનાલ નં. ૮ છેલ્લા ૧૨ વર્ષથી બંધ હોવાના કારણે ખેડૂતોમાં રોષ .મહેમદાવાદ ટી પોઈન્ટ પાસેથી પસાર થતી અને નડિયાદ–મહેમદાવાદ રોડની નીચેથી વહેતી કેનાલ નંબર–૮ છેલ્લા બાર વર્ષથી સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. વાસ્તવમાં કેનાલમાં કોઈ યોગ્ય સફાઈ થતી નથી હાલ કેનાલમાં માટી, કચરો અને ઝાડી ઝાંખરા ભરાઈ ગયા છે અને કેનાલ સંપુર્ણપણે પુરાઈ ગઈ હોય તેવી સ્થિતિમાં જોવા મળી રહી છે. વહેલી તકે કેનાલ ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી.