ઉધના: સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત: વધુ એક 13 વર્ષીય બાળક પર ગંભીર હુમલો
Udhna, Surat | Nov 23, 2025 સુરત: શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત રહ્યો છે અને સુરત મહાનગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. રવિવારે સવારે વધુ એક હુમલાની ઘટનામાં, ઉધના વિસ્તારમાં 13 વર્ષીય બાળકને શ્વાને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો હતો.ઉધનાના જીવન જ્યોત વિસ્તાર નજીક 13 વર્ષીય બાળક અશોક સતઈ લોધીન ગાર્ડનમાં ફરવા જઈ રહ્યો હતો. તે જ સમયે, એક રખડતા શ્વાને અચાનક તેના પર હુમલો કર્યો હતો. શ્વાને બાળકના પગના ભાગે ગંભીર બચકાં ભરી લીધા હતા.