પારડી: ચિવલ ગામે 27 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું, વિદેશથી પતિના આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરાશે
Pardi, Valsad | Nov 20, 2025 ગુરૂવારના 2 કલાકે પારડી પોલીસે આપેલી વિગત મુજબ ગઈકાલે બુધવારના રોજ ચીવલ ગામે 27 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ફાસો ખાય જીવન ટૂંકાવી લીધું હતું.ઘટનાની જાણ પારડી પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાસનો કબજો લઈ પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી. આજરોજ પારડી પોલીસે વધુ વિગતમાં જણાવ્યું, કે વિદેશી પતિના આવ્યા બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.