વંથલી પોલીસે મકરસંક્રાંતિ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ સામે કડક કાર્યવાહી કરી છે. વંથલી મેઇન બજારમાં આવેલ કમલેશ પ્લાસ્ટિક નામની દુકાનમાંથી ₹600 ની કિંમતની ચાઈનીઝ દોરીની બે રીલ જપ્ત કરવામાં આવી છે. આ મામલે દુકાન માલિકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે કમલેશ પ્લાસ્ટિક દુકાનમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું વેચાણ થઈ રહ્યું છે, જે બાતમીના આધારે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરી હતી.