ભુજ મિલિટરી સ્ટેશન ખાતે 'બાલ્ડ ઈગલ બ્રિગેડ' દ્વારા ભવ્ય 'વેટરન્સ આઉટરીચ રેલી' યોજાઈ હતી. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના ૧,૦૦૦થી વધુ પૂર્વ સૈનિકો, વીર નારીઓ અને તેમના પરિવારોએ ભાગ લીધો હતો. રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય પેન્શન, દસ્તાવેજીકરણ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો હતો. આ પ્રસંગે મલ્ટી-સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પનું આયોજન કરી જરૂરી તબીબી સહાય અને સાધનોનું વિતરણ કરવામ