નવસારી: SIR જાગૃતિ અભિયાન: સુલતાનપુર સહિતના વિસ્તારોમાં મતદારોને માહિતી આપી લોકશાહી મજબૂત કરવાની અપીલ
ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલા SIR જાગૃતિ અભિયાન અંતર્ગત આજે જલાલપોર વિધાનસભાના ઓનજલ, આટ, સુલતાનપોર અને જલાલપોર શક્તિ કેન્દ્રોમાં બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મતદારોને SIR પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી અપનાવવાની અપીલ પણ કરવામાં આવી હતી. સાથે જ સૌને આ પ્રક્રિયામાં સક્રિય સહભાગી બની BLOને સહયોગ આપવા અનુરોધ કરાયો હતો, જેથી લોકશાહી વધુ મજબૂત બની શકે.