ઉધના: સુરત:VNSGU માં ૫૮મા પદવીદાન માટે
૧ ડિસેમ્બરથી ફોર્મ ભરી શકાશે
Udhna, Surat | Nov 25, 2025 સુરતઃઆગામી ફેબ્રુઆરી મહિનામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૫૮મો પદવીદાન સમારોહ યોજાવાનો છે. પદવીદાન સમારોહમાં ડિગ્રી મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ૧ ડિસેમ્બર ૨૦૨૫થી ઓનલાઈન અરજી કરી શકશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ૫૮મા પદવીદાન સમારોહમાં ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ ૧ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ કોર્નરમાં જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.