કપરાડા: તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો, જગતનો તાત ચિંતાતુર બન્યો
Kaprada, Valsad | Oct 22, 2025 તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જો કે હાલ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હોવાથી જગતનો તાત ચિંતાતુર બન્યો છે, કારણ કે હવે પછી જો વરસાદ પડશે તો ડાંગરના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે, ત્યારે હજુ પણ કેટલાક દિવસોની અંદર વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.