હાલમાં ઉતરાયણનો તહેવાર નજીકમાં આવે છે ત્યારે પતંગ ના દોરા ને કારણે ઘણા ટુ વ્હીલર ચાલકો ગળા કપાવવાના કારણે પોતાના જીવ ગુમાવી દેતા હોય છે ત્યારે કાલોલ ટ્રાફિક પોલીસ ચોકી નજીકથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો ને ટ્રાફિક શાખાના નરેન્દ્રસિંહ અને તેઓની ટીમ દ્વારા નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું હતુ સેફ્ટી ગાર્ડ વાયર લગાવવાથી પતંગનો દોરા થી વાહન ચાલક ના ગળા નુ રક્ષણ થાય છે