કેન્દ્રીયમંત્રી ડો.મનસુખ માંડવીયાએ ટીનમસ ફાટકે હાઈવે ખાતે આવેલ ઢાબા પર બેસી લોકોને મળ્યા હતા.સોમનાથ હાઇવે પર ટીનમસ ફાટક ખાતે સર્કલની સ્થાનિકો દ્વારા માગ કરાઈ હતી.સેદરડા,આખા, ટીનમસ સહિતના ગ્રામજનોએ રજૂઆત કરી હતી.શેરડીનો રસ પીતા-પીતા ગ્રામજનોના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રીય મંત્રીએ આશ્વાસન આપ્યું હતું.કેન્દ્રીય મંત્રીની સાદગી જોઈ સ્થાનિક લોકો પણ પ્રભાવિત થયા હતા