વાંકાનેર: ગાંધીનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા વિવિધ મંત્રીઓ સમક્ષ વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરતાં જીજ્ઞાસાબેન મેર…..
Wankaner, Morbi | Nov 18, 2025 ગાંધીનગર કમલમ્ ખાતે આજરોજ વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતિ જીજ્ઞાસાબેન મેર દ્વારા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે શુભેચ્છા મુલાકાત તેમજ સચિવાલય ખાતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા તથા સ્વરૂપજી ઠાકોર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.