રાજ્ય સરકારની 'વાલી દીકરી યોજના' અંતર્ગત પાત્ર દીકરીઓને કુલ રૂપિયા ૧,૧૦,૦૦૦ ની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવે છે. કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં અંદાજે ૨૧,૦૦૦ દીકરીઓનો જન્મ થયો છે, પરંતુ માહિતીના અભાવે માત્ર ૧૩% જેટલી દીકરીઓએ જ આ યોજનાનો લાભ લીધો છે, જે ચિંતાનો વિષય છે.