મનગરમાં અન્ય શહેરો કરતા મહત્વની એસઆઇઆરની કામગીરી ખૂબજ ધીમી થઇ રહી હોય વહીવટી તંત્ર ઉંધા માથે થયું છે. આથી હવે આ કામગીરીમાં કોલેજના વિધાર્થીઓની માનદ સેવા એટલે કે કામે લગાડવાના નિર્ણયથી ભારે આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉભા થયા છે. શહેરની ૧૫ કોલેજને ૨૦ છાત્રોની યાદી મોકલવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી દ્રારા આદેશ કરાયો છે.