ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી: સંગઠનક્ષમતા અને વિજયના શિલ્પી, ગુજરાતથી દેશવ્યાપી સફળતાની અનોખી મુસાફરી
નરેન્દ્ર મોદીની સંગઠનક્ષમતા અને નેતૃત્વયાત્રા ભારતીય રાજકારણમાં અનન્ય સ્થાન ધરાવે છે. તેઓએ આરએસએસમાં પ્રચારક તરીકેની કારકિર્દીથી શરૂ કરીને ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરે ભાજપને ઐતિહાસિક વિજય અપાવ્યા છે. 1978માં આરએસએસના સંઘઠનકાર તરીકે સુરત અને વડોદરાની જવાબદારી સંભાળી હતી. 1985માં અમદાવાદમાં આરએસએસના 60મો સ્થાપના દિવસ ઉજવવામાં 5,000 સ્વયંસેવકો માટે વિશાળ કેમ્પનું આયોજન કર્યું હતું.