વડાલી: શહેરના કોટન માર્કેટ યાર્ડમાં આજથી હરાજી થી કપાસ ખરીદીના શ્રી ગણેશ કરાયા.
વડાલી કોટન માર્કેટ યાર્ડમાં આજના લાભ પાચમ ના પવિત્ર દિવસથી હરાજી થી કપાસ ખરીદીના શ્રી ગણેશ થયા. તાલુકામાં ગઈકાલ સાંજથી જરમર વરસાદ વરસે છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે પણ આજે માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા હરાજી થી કપાસ ખરીદી કરવામાં આવી. જેમાં પ્રતિ 20 કિલો કપાસનો ભાવ 1,250 થી 1,385 રૂપિયા બોલાયો હતો.આ ખરીદી ની માહિતી આજે 12 વાગે માર્કેટયાર્ડ ના ચેરમેન વિજય પટેલે આપી હતી.