બાવળા: ફ્રીડમ ડે કેર સેન્ટર ધોળકા ખાતે દિવ્યાંગજનોને સાયકલનું વિતરણ કરાયું
ફ્રીડમ ડે કેર સેન્ટર ધોળકા ખાતે તા. 03/11/2025, સોમવારે સાંજે ચાર વાગે દિવ્યાંગજનોને નિઃ શુલ્ક સાયકલ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 10 દિવ્યાંગોને ધંધુકાના પૂર્વ ધારાસભ્ય અને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશભાઈ ગોહિલ સહિતના મહાનુભાવોના હસ્તે સાયકલ વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ સંસ્થાના પ્રમુખ ભાવિન પરમારે કરી હતી.