માગસર મહિનાની વર્ષની સૌથી મોટી ચોથે 'ઐઠોરા દાદા' ના દર્શને મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો. આશરે 3 હજાર કરતા વધુ ભક્તોએ વિધિ વિધાન સાથે મંદિરમાં 'ચોથની ઉજવણી' કરી ધન્યતા અનુભવી. સંસ્થાની સુઆયોજિત વ્યવસ્થા અને સ્વયંસેવકોની મદદથી અત્યાર સુધીનો સૌથી વધુ અને રેકોર્ડ બ્રેક આશરે 30 હજાર કરતા વધુ ભક્તોએ 'મોરેયા -ફળાહાર' નો લાભ લીધો.ઊંઝા તાલુકાના ઐઠોર ગામે અતિ પ્રાચીન એવા સિંદૂરીયા દેવ શ્રી ગણપતિ દાદાના દર્શનાર્થે ભક્તોની લાંબી લાઈન લાગી હતી.