મોરવા હડફ: મોરવા હડફના સાલીયા જીલ્લા પંચાયત સીટનો સ્નેહ મિલન કાર્યક્રમ ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં યોજાયો
મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારના સાલીયા જીલ્લા પંચાયત સીટનો સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન આજે બુધવારના રોજ ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં કરવામા આવ્યુ હતું જેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભિયાન આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન ને વેગવંતુ બનાવવા ધારાસભ્યએ આહવાન કર્યું હતુ અને સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓને સંકલ્પ પત્ર ભરાવી સંકલ્પ લઇ નવા વર્ષને શુભેચ્છાઓ પાઠવી હતી