સુરત શહેરના લિંબાયતમાં આવેલા ડિંડોલી જળવિતરણ મથક ખાતે મુખ્ય પાણીની પાઈપલાઈન અને એરવાલ્વમાં લીકેજ હોવાથી તેના સમારકામની કામગીરી 16 મી એ હાથ ધરવામાં આવશે. આ સાથે જ મથકની અંડરગ્રાઉન્ડ ટાંકીઓની સાફસફાઈનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ જાળવણીના કામને કારણે તા. 16 મી જાન્યુઆરીએ સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી લિંબાયત અને ડિંડોલીમાં પાણી પુરવઠો બંધ રહેશે અથવા ઓછા દબાણથી મળશે. આ કામગીરીને કારણે આશરે આશરે 1.5 થી 2 લાખની વસતી પર અસર પડશે.