વડોદરા: આરોગ્ય વિભાગ એક્શનમાં : તેલના વિક્રેતાઓ પર તવાઈ બોલાવી
વડોદરા : પાલિકાના આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો દ્વારા ચોખંડી વિસ્તારમાં તેલના વેપારીઓને ત્યાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરી હતી.જ્યાં ક્ષતિ જણાઈ આવતા શિડ્યુલ ચારની નોટિસ આપવામાં આવી છે.તેમજ તેલના નમુના એકત્ર કરવામાં આવ્યા હતા, સાથે સાથે જુના તેલના ડબ્બાઓ અંગે ગાઈડલાઈનની માહિતી આપવામાં આવી હતી.આ ઉપરાંત જુના ડબ્બામાં તેલ નહીં આપવા માટે સૂચના આપવામાં આવી હતી.આ કામગીરી શહેરના જુદા જુદા ત્રણ વિસ્તારોમાં કરવામાં આવી હતી.