મહુવા: પુના ભવાની માતાના મંદિર ની સાલગીરીની ઉજવણી આદિવાસી રીત રિવાજ મુજબ કરવામાં આવી.
Mahuva, Surat | Nov 17, 2025 અંબિકા તાલુકાના પુના ગામે આશ્રમ ફળિયાના પ્રવેશ દ્વાર પર બિરાજમાન માં ભવાની ની સ્થાપના નવા મંદિર ખાતે કરવામાં આવ્યા ના એક વર્ષ પૂર્ણ થતાં ગ્રામજનો દ્વારા અતિ ઉત્સાહ ઉમંગ અને ભક્તિભાવ સાથે આજે વહેલી સવારથી જ માતાના પટાંગણ ને સજાવી દેવામાં આવ્યું હતું તો બીજી તરફ આદિવાસી રીત રિવાજ મુજબ માં ભવાની પૂજા અર્ચના કરવામાં આવી હતી.આદિવાસી વાજિંત્ર તુર સાથે માં ભવાની ની પૂજામાં સૌ કોઈ જોડાયા હતા.અને હવન પૂજા કરવામાં આવી હતી જ્યારે આજે સાંજે ભવ્ય ડાયરો.