ભાવનગરના મહુવા પંથકમાં રખડતા અને હડકાયા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં શ્વાન કરડવાના બનાવોમાં અચાનક મોટો ઉછાળો આવતા રહીશોમાં ભય અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, માત્ર એક જ દિવસમાં હડકાયા શ્વાને ૧૨ જેટલા લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત કર્યા છે. શહેરના વિવિધ માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં શ્વાનોએ રાહદારીઓ અને વાહનચાલકો પર હુમલો ક