જેસર તાલુકાના શાંતિનગર ગામે સિંહ દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ તારીખ 5 જાન્યુઆરી2026 ને સોમવારે સાજના ચાર વાગ્યે શાંતિનગર ગામની નજીક ખુલ્લા વિસ્તારમાં સિંહ દેખાતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. વહેલી સવારે ગામના કેટલાક લોકોએ ખેતર અને વસાહત નજીક સિંહને ફરતો જોયો હોવાનું જણાવ્યું હતું. સલામતીના પગલાં રૂપે ગ્રામજનોને રાત્રિ સમયે બહાર ન નીકળવા, બાળકોને એકલા ન મોકલવા અને પશુઓને સુરક્ષિત સ્થળે રાખવા સૂચના આપવામાં આવી છે.