ચોરાસી: હજીરા ના મોરા ટેકરા ખાતે એક અકસ્માતમાં ટ્રકની કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને ફાયરના જવાનોએ કેબિન કાપી બહાર કાઢ્યો હતો.
Chorasi, Surat | Jun 1, 2025 હજીરાના મોરા ટેકરા નજીક અકસ્માત બાદ ટ્રકની કેબિનમાં ફસાયેલા ડ્રાઇવર ને સુરત ફાયરના જવાનોએ કેબિન કાપી બહાર કાઢ્યો હતો, વહેલી સવારે થયેલા અકસ્માત બાદ પોલીસ અને 108ની ટીમની મદદથી ઇજાગ્રસ્ત સુખરામને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ રવાના કરાયો હતો. ટ્રક હજીરાના અદાણી પોર્ટ પરથી રેલવે ટ્રેકની ચેનલ પાઇપ લઈ ઝાલોલ જવા નીકળી હતી.