કતારગામ: સરથાણા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા પર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ની આગેવાનીના દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી.
Katargam, Surat | Nov 19, 2025 ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડાવતા બુટલેગરોને પાઠ ભણાવવા કોંગ્રેસના આગેવાનોએ જનતાને સાથે રાખી રેડ કરી હતી જેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો.સુરતમાં દારૂની રેલમછેલ વચ્ચે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાની હેઠળ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં 7 દિવસમાં સુરતને ડ્રાઈ બનાવવા અપીલ કરવામાં આવી હતી. જોકે પોલીસ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યાહતા.