ભુજ: કચ્છમાં હથિયાર બંધીનો આદેશ જાહેર કરાયો
Bhuj, Kutch | Nov 20, 2025 કચ્છ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ડિસેમ્બર 2025 સુધી કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિવિધ પ્રતિબંધાત્મક જાહેરનામાં બહાર પાડયા છે. જિલ્લામાં હથિયારબંધી લાગુ કરી છે તેમજ કોઈપણ વ્યક્તિ હથિયાર સાથે ફરતા ઝડપાશે તો તેને સજા થશે. જિલ્લા/તાલુકા સેવા સદન, પોલીસ કચેરીઓ અને સરકારી કચેરીઓથી 100 મીટરની ત્રિજ્યામાં ધરણા, રેલી, દેખાવો, ભૂખ હડતાળ તથા સમૂહમાં આવેદન આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ તમામ આદેશોના ઉલ્લંઘન પર સજા થશે