પોશીના પંથકમાં ઠંડીની ધીમીધારે શરૂઆત થઈ હતી ત્યારે હવે ડિસેમ્બર ની શરૂઆત સાથે જ કડકડતી ઠંડી એ જોર પકડ્યું છે.બીજી તરફ પંથકના ખેડૂતો કડકડતી ઠંડી વચ્ચે રવિ પાકના સંભાળમાં વ્યસ્ત બન્યા છે.ઠંડીનો ચમકારો વધતા ધીમીધારે ઠંડીએ જમાવટ કરી છે. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડી નો અહેસાસ થવા લાગ્યો છે. જ્યારે બપોરે સામાન્ય ગરમીનો પણ અહેસાસ થાય છે. ત્યારે આજે વહેલી સવારે 6 વાગ્યા ની આસપાસ લઘુત્તમ તાપમાનમાં ધટાડો થતા 15 થી 16 ડિગ્રી સેલ્સિયસ ની વચ્ચે રહ્યું હતું.