મૂળ નાની ઉનડોઠ હાલે માંડવી રહેતો યુવાન કરણ ભારુભાઈ ગઢવી ગઈકાલે રાતે પોતાની બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે 8.30 વાગ્યાના અરસામાં વન વિભાગ ઓફિસ પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કરણને ગંભીર પ્રકારની ઈજા પહોંચતાં તેનું મૃત્યુ થયું હતું. આ બનાવથી પરિવાર પર આભ તૂટી પડયું હતું અને કરણના મિત્રવર્તુળમાં ગમગીની છવાઈ હતી. માહિતી સવારે ૭ કલાકે પ્રાપ્ત થયેલ છે..