ખેડબ્રહ્મા શહેરની ડમ્પીંગ સાઈટની બાજુમાં આજે બપોરના અંદાજીત 1 વાગ્યા ની આસપાસ આગ લાગી હતી. ત્યારે આ સમગ્ર મામલે ઘન કચરાના નિકાલ કરતા કર્મચારીઓએ તાત્કાલિક ફાયર વિભાગ ને જાણ કરી હતી.ત્યારે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.