પેટલાદ: નગરપાલિકા મેદાન સામે આવેલ રામ મંદિર ખાતેથી રામનવમીને લઈને શોભાયાત્રા નીકળી, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
Petlad, Anand | Mar 26, 2026 શહેરમાં ગુરુવારે સાંજના સમયે નગરપાલિકા મેદાન સામે આવેલ રામ મંદિર ખાતેથી રામનવમીને લઈને શોભાયાત્રા નીકળી હતી. શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. વિવિધ રૂટ ઉપર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો.