જૂનાગઢ: મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર અને કાર્યપાલક ઈજનેરે શહેરમાં રસ્તા રિપેરિંગની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરીમાર્ગો તથા મહાનગરો, નગરોના રોડ-રસ્તાની ચકાસણી કરવાના આપેલા આદેશ અનુસાર મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં મોટા પાયે રસ્તાઓના મરામતની કામગીરી ઝુંબેશરૂપે શરૂ કરવામાં આવી રહી છે.આજે જૂનાગઢ મ્યુ. કમિશનર શ્રી તેજસ પરમારે જૂનાગઢ શહેરના દોલતપરા, ફાયર સ્ટેશન, સરગવાડા મેઈન રોડ સી સી રોડ નું કામ, ખામધ્રોળ ફૂટ પાથ ,આરટીઓ ઓફિસ સહિતના વિસ્તારોમાં નિરિક્ષણ કર્યું હતું.