રાજ્ય સરકારના 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત' અભિયાન અંતર્ગત કાલોલ એમ.એમ.ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બે દિવસીય યોગ શિબિર યોજાઈ હતી.જેમાં બે હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવીને સવાર સાંજની શિબિરમાં ભાગ લીધો હતો.આ યોગ શિબિરમાં કાલોલ શહેરના 85 વર્ષની ઉંમર ધરાવતાં કમળાબેન પંચાલ પણ જોડાયા હતાં અને આજની યુવા પેઢીને યોગ નિયમિત કરી સ્વસ્થ રહેવા માટે આહવાન કર્યું હતું.