જેસર તાલુકાના સરેરા ગામની પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો જેસર તાલુકાના સરેરા ગામની પ્રાથમિક શાળામાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગીતો અને નાટ્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી. શાળાના શિક્ષકો, ગ્રામજનો તથા વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવો અને તેમની છુપાયેલી પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો રહ્યો.