ઘોઘંબા: પંચમહાલ જિલ્લામાં ગેસ લીકેજની ઘટના : રણજીતનગરની ગુજરાત ફ્લોરો કેમિકલ ફેકટરીમાં હડકંપ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા નજીક રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ ફેકટરીમાં ગેસ લીકેજ થતા હડકંપ મચ્યો. ઘટનાની જાણ થતાં જ રાજગઢ પોલીસ તથા તંત્રની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી. ફેક્ટરીમાં રહેલા તમામ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢાયા, જોકે ગેસ લીકેજને કારણે અંદર પ્રવેશ શક્ય નથી. હાલ સુધી કોઈને અસર થઈ હોવાના અહેવાલ નથી મળ્યા, પરંતુ સત્તાવાર પુષ્ટિ બાકી છે. તંત્ર ગેસ લીકેજને નિયંત્રણમાં લેવા પ્રયાસશીલ છે.