જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત “મહિલા સરપંચો સાથેના સંવાદ કાર્યક્રમનું આયોજન સામુહિક આરોગ્ય કેન્દ્ર મેંદરડા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા સરપંચ સાથે બાલિકા પંચાયત,દીકરી જન્મને ઉત્સવ બનાવવો, શિક્ષણ અને ડ્રોપ-આઉટ રેશિયો, ગામની સુરક્ષા, કન્યા કેળવણી નિધિ જેવા વિષયો પર સંવાદ યોજવામાં આવ્યો હતો.