માળીયા: માળીયાના વેજલપર ગામેથી જાહેરમા જુગાર રમતા 11 પત્તા પ્રેમીઓ ઝડપાયા
Maliya, Morbi | Nov 11, 2025 માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે વેજલપર ગામમાં આવેલ નવા પ્લોટમા કોળીવાસ શેરીમાં જાહેરમાં ગંજીપના વડે પૈસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જે જગ્યાએ સફળ રેઇડ કરી કુલ અગિયાર ઇસમોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.